બોડેલી તાલુકા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંધ ધ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને આવેદન પ્રત્ર પાઠવી બુથ લેવલની વધારા ની કામગીરી સોંપવામાં ના આવે એને લઇ આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ આંગણવાડી વર્કર બહેન ના જણાવ્યા પ્રમાણે સરકારી પરિપત્ર છે કે આંગણવાડી બહેનો પાસેથી આંગણવાડીની કામગીરી સીવાય કોઇ પણ કામગીરી ન લેવામાં આવે. તેમ છતા સરકારી અધિકારીઓ દ્વારા આ કામગીરી ફરજીયાત કરાવી સરકાર ના જ પરિપત્ર નું ઉલઘન કરવામાં આવે છે આંગણવાડી બહેનો ના તો સરકારી કર્મચારી છે, અને ના તો તેને કોઈ તાલીમ કે BLO ની કામગીરી બાબતની એવેરનેસ છે. આંગણવાડી બહેનો માનદ વેતનમાં કામ કરે છે, તો ક્યાંક ને કયાંક ભૂલચૂક થવાની શક્યતાઓ વધી જાય છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બુથ લેવલ ઓફિસરની (BLO) ની કામગીરી આંગણવાડી વર્કર બહેનોને સોપવામાં આવી છે. તે કામગીરી ન સોપવામાં આવે તે બાબતે ભારતીય આંગણવાડી મહાસંઘ દ્વારા બોડેલી પ્રાંત અધીકારી તથા મામલતદાર તથા અંગણવાડી ઓફીસ બોડેલી ને આવેદન પત્ર આપી વિરોધ નોધાવ્યો છે. આ સાથે આંગણવાડી બહેનો ના જણાવ્યુ કે આંગણવાડી વર્કર બહેનો દ્રારા ICDS સિવાયની પણ ઘણી કામગીરી કરાવવા માં આવે છે. (વસ્તી ગણતરી, વિધવા બહેનોની ગણતરી, સખી મંડળ, આધાર કાર્ડ,જનની સુરક્ષા યોજના, ગ્રામ સભામાં હાજરી, રાજકીય લેવલના તમામ કાર્યક્રમોમાં હાજરી, સુખડી વિતરણ, સ્નેહા પ્રોજેક્ટ, પોડિયા ઘરની કામગીરી, ટીબી, રક્તપિત, IHIV મંગળ દિવસની ઉજવણી પોલીયો ની કામગીરી, મોબાઈલ રજીસ્ટર નિભાવવા, અને સાથે સાથે આઈ.સી.ડી.એસ યોજનાની કામગીરી) તો સો ટકા આંગણવાડી વર્કર બહેનના પર્સનલ મોબાઈલમાં પરફેક્ટ હોવીજ જોઈએ. આના સિવાયની ઘણી એવી કામગીરીઓ છે જે કદાચ જીલ્લા વાઈસ અલગ અલગ આંગણવાડી વર્કર બહેનોને સોંપવામાં આવે છે.તમામ કામગીરી વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે. આ સાથે ઘણા જીલ્લામાં આ BLO ના ઓર્ડર આંગણવાડી વર્કર બહેનો ના કહેવા છતા ફરજીયાત પણ મામલતદાર ધ્વારા બહેનો ને સોંપવા માં આવ્યા છે જે બાબતે સુપરવાઈઝરો સીડીપીઓ અને પીઓ ધ્વારા પણ આડકતરી રીતે ફરજીયાત પણ આંગણવાડી બહેનો ને BLO ની કમગીરી કરવા પ્રેશરાઈઝ કરવામાં આવી રહ્યા છીએ. સરકારશ્રીનો જ પરિપત્ર છે આંગણવાડી બહેનો પાસેથી આંગણવાડીની કામગીરી સીવાય કોઇ પણ કામગીરી ન લેવામાં આવે. તેમ છતા અધિકારીઓ દ્વારા આ કામગીથી ફરજીયાત કરાવી સરકારશ્રીના જ પરિપત્ર નું ઉલઘન કરવામાં અને આ કામગીરી કરજીયાત પણે સોંપવામાં આવે છે. હાલ પોષણ સંગમ કાર્યક્રમ પણ મહિલા એ બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અને ભારતના લક્ષ્ય સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે જો BLO ની કામગીરી ફરજીયાત પણ સોંપવામાં આવશે તો. આ કામગીરીમાં પણ વિક્ષેપ પડવાના ચાન્સ વધી જાય છે આ ઉપરાંત આંગણવાડી કક્ષાએથી દરરોજ ની કામગીરોના ટાઇમ ટુ ટાઇમ ના ફોટો પણ અપલોડ કરવાના હોય છે જેમાં પણ ખુબ ખલેલ પહોંચશે