उदैपुरगुजरात
Trending

બોડેલીના જબુગામ રોડ પર આવેલ મેરીયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ

જનસુરક્ષા દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ રસ્તે આવેલ મેરીયા બ્રિજ હવે ચર્ચાનો વિષય બન્યો છે. બ્રિજની હાલત જર્જરિત બની ગયેલી હોવાથી તંત્ર દ્વારા અહિંથી પસાર થતા ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગે જમીન સ્તરે તપાસ કર્યા બાદ, જનસુરક્ષા દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની ભૌતિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આ બાબતે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી લોકચયન તંત્ર દ્વારા યોગ્ય રખાવ ન થવા અને સંવેદનશીલ કામોમાં ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ નિર્ણયને પગલે હવે ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ શોધવાનું દબાણ વધ્યું છે અને સામાન્ય લોકો તથા સ્થાનિક વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!