કેન્દ્ર સરકારની NMEOOP યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામ પાકની બાગાયત ખેતીને પ્રોત્સાહન મળે માટે છોટાઉદેપુર નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી એચ એમ પરમાર, પ્રિયુનિક (ઇન્ડીયા) પ્રા.લિ.ના નિયામકશ્રી ડૉ. પ્રસાદ પાસમ તથા ગુજરાત હેડ રવિન્દર સિંહ સાથે બેઠક યોજાય હતી. આ બેઠકમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો ઓઈલપામનું વાવેતર કરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે ના.બા.નિશ્રી દ્વારા જિલ્લાના બાગાયત અધિકારીશ્રીઓને ખેડૂતો ઓઇલપામનું વધુ વાવેતર કરે તે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું.