
શિક્ષકોની ઘટ સહિતના શિક્ષણના પ્રશ્ને બાળકોએ રેલી યોજી બેનરો સાથે વિરોધ નોંધાવ્યો શિક્ષણ પર પડતી અસર અંગે વાલીઓએ પણ સવાલો ઉઠાવ્યા રતનાલમાં આ સ્થિતી તો કચ્છની સ્થિતી અંગે કોગ્રેસે સવાલો સાથે ગંભીર રાજકીય આરોપ લગાવ્યા
અંજાર તાલુકાના સમૃદ્ધ રતનાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે સવારે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા હતા.અને વિવિધ માંગણીઓને લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતીની માંગ સાથે બોર્ડ્સ પકડ્યા હતા.જેમાં ‘અમારી માંગ પૂરી કરો’ અને ‘શિક્ષકોની શાળામાં ભરતી કરો’ જેવા સૂત્રોચ્ચાર લખેલા હતા. પંચાયત કચેરી બહાર થયેલી ઉગ્ર નારેબાજીથી વાતાવરણ ગરમાયું હતું.મહિલા સરપંચ સહિતના જવાબદારોએ જો કે બાદમા યોગ્ય કરવાની ખાતરી આપી હતી આશ્વાસન બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાંતિપૂર્વક વિરોધ બંધ કર્યો હતો પરંતુ અહી સવાલો અનેક થાય છે.જો કે રતનાલમાં નારા લાગતા તેની ગુંજસમગ્ર કચ્છમાં સંભળાઇ છે. આમતો કચ્છમાં શિક્ષકોની ધટ એ કોઇ નવી વાત નથી પરંતુ જે ગામે એક પુર્વ મંત્રી વાસણ આહીર આપ્યા,ચાલુ ધારાસભ્ય ત્રિક્રમ છાંગા રતનાલ ગામનાજ છે.
અને તે પણ શિક્ષક અને કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ પણ આજ ગામમાં રહેતા હોય ત્યા લોકોને રજુઆત માટે રસ્તા પર ઉતરવુ પડતુ હોય તો ચોક્કસથી સવાલો થાય તેમાય માસુમ બાળકો અભ્યાસ માટે શિક્ષકો માટેની માંગ કરે ત્યારે સવાલો ચોક્કસથી થાય આજે ગામના બાળકો તથા વાલીઓએ શિક્ષકોની ધટ,આંગણવાડીમાં ભોજન સુધારવા સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને રેલી યોજી વિરોધ કર્યો હતો. હવે વિચારવાની વાત એ છે કે સમૃધ્ધ એવા ગામ અને જેનો રાજકીય પ્રભાવ સમગ્ર કચ્છ અને ગુજરાતમાં હોય ત્યા સમસ્યાના ઉકેલ માટે લોકો રસ્તામા ઉતરે તો કચ્છના અન્ય વિસ્તારોમાં પ્રશ્નોના ઉકેલ માટે કેવા પ્રયત્નો થતા હશે તે સવાલ ચોક્કસથી થાય આજે દિવસભર સોસીયલ મિડીયામાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો
કચ્છમાં શિક્ષકોની ઘટ,શાળાઓની ખરાબ સ્થિતી અને શિક્ષણના કથડતા સ્તરની વાત એ કોઇ નવી નથી સરકાર આ માટે જાહેરાત અને વિકાસની વાત તો મોટી કરે છે. પંરતુ વાસ્તવિક સ્થિતી એ છે. કે ભાજપના ત્રણ મોટા નેતાઓના ગામમાં વિદ્યાર્થી-વાલીઓને રસ્તા પર ઉતરવુ પડી રહ્યુ છે.
ત્યારે ખરેખર સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધી,સ્થાનીક તંત્ર અને સરકાર આ મામલાને ગંભીર લે તે જરૂરી છે. નહી ત અનેક લોકો રસ્તા પર ઉતરશે