છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુગામને જોડતો મેરીયા બ્રિજ ઉપર ભારધારી વાહનોની રોક લગાવવામાં આવી છે જેથી કરીને નજીકના ગામો જબુગામ, સુષ્કાલ, કુકણા, સિહોદ, ચાપરગોટા, જેવા 20 થી 25 ગામો ના ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા જેને લઈ જબુગામના જાગૃત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને પોતાની વેદના નો આવેદનપત્ર આપ્યો જેમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં થોડી બાંધછોડ કરવામાં આવે કેમકે હાલ ખેડૂતોના કેળા ના પાક તૈયાર થઈ ગયા છે જેમાં 10% જેટલો જ કેળ કટીંગ કરવામાં આવ્યું છે જ્યારે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે અને તેને લેવા માટે મોટા વાહન જેવા કે આઇસર, ટ્રક આવે છે પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી કેળા ફક્ત બે થી ત્રણ ત્રણ જ વાહનમાં જતા હોય છે જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફનો સામનો કરવો પડે એમ છે વધુમાં વાત કરીએ તો જબુગામની આસપાસના કેટલા ગામોને દૂધ ડેરી નો ટેન્કર દ્વારા દૂધ સપ્લાય કરવામાં આવે છે આવી અનેક રોજીંદી મુશ્કેલીઓ પડે એમ છે જેથી કરીને રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ અને રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે છોટાઉદેપુર ના મેરીયા બ્રિજને બંધ કરવાનો તંત્ર દ્વારા લેવાયો નિર્ણય ભારદારી વાહનોની અવરજવર વાળો છે આ બ્રિજ પાદરા ની ગંભીરા બ્રિજ ની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું.. ટેકનીકલ ટીમની વિઝીટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે…ટેકનિકલ ટીમના ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ રહેશે.ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે ખૂબ જ જૂનો અને જર્જરીત છે આ બ્રિજ લોકોની સુરક્ષા ને ધ્યાનમાં લઈને લેવાયો છે આ નિર્ણય. ખેડૂતો ને પડશે ખૂબ મોટી અડચણ તૈયાર થયેલા કેળા ના પાક પર થશે અસર.શાળાએ જતાં બાળકોના ભણતર પર પડશે અસર જબુગામ પંથકમાં શાકભાજી અને કેળા ની મોટા પ્રમાણ માં ખેતી થાય છે. — *ભારે વાહનવ્યવહારમાં પ્રતિબંધ અને વૈકલ્પિક માર્ગોની સૂચના* — છોટાઉદેપુર, શુક્રવાર :- છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ, મેરીયા, ભારજ નદી પર આવેલા પુલો અને રસ્તાઓને નુકશાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ બ્રિજ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. કલેકટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૫૬ પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પરના પુલ અને ઓરસંગ નદી પરના પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે એનએચઆઈની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે અને આ પુલ પરથી ટૂ-વ્હિલર, કાર અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈને જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહનવ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો