उदैपुर
Trending

સંખેડા-ભાટપુર-વાસણા રોડ પર ભારે કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું

આ જાહેરનામુ તા.૧૩/૦૭/૨૦૨૫ થી તા. ૧૧/૦૮/૨૦૨૫ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગના આદેશ અનુસાર રાજ્યના તમામ બ્રિજની સ્થળ મુલાકાત કરી અહેવાલ રજૂ કરવા જણાવેલ છે. જે બાબતે તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, આલેખન વર્તુળ, ગાંધીનગરના પ્રતિનિધિશ્રી તથા કન્સલ્ટન્ટશ્રી મે.પંકજ એમ.પટેલ તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, છોટાઉદેપુરની કચેરીના સ્ટાફ દ્વારા ઓરસંગ બ્રિજની સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ બ્રિજ અંદાજે ૫૧ વર્ષ (બાંધકામ વર્ષ-૧૯૭૪) જુનો અને બેલેન્સડ કેન્ટીલીવર આર્ચ ટાઈપનો છે. ઓરસંગ બ્રિજના ૧૩ ગાળા (એક ગાળાની લંબાઈ-૩૬.૫૮ મીટર છે) આમ કુલ-૪૭૫.૫૪ મીટર લંબાઇનો બ્રિજ છે.આ બ્રિજનું ફાઉન્ડેશન વેલ ફાઉન્ડેશન પ્રકારનું છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓરસંગ બ્રિજની આજુબાજુ થી રેતી ખનન થવાના કારણે આ બ્રિજના વેલ ફાઉન્ડેશન અંદાજે ૨૪ ફુટ (અંદાજે ૮ મીટર) ખુલ્લા થઈ ગયા છે . રેતી ખનન થવાના કારણે સુંદર વેલ ફાઉન્ડેશનનો આજુબાજુનો સપોર્ટ ધોવાણ થયેલ છે. કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), છોટાઉદેપુરની કચેરી દ્વારા વેલ ફાઉન્ડેશન ધોવાણથી ગેબિયન વોલ પિચિંગની કામગીરી કરવામાં આવેલ છે. પરંતુ ઉપરવાસમાં વર્ષ-૨૦૨૪ અને જુન-૨૦૨૫ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે નદીના પાણીની આવકના કારણે ગેબિયન વોલ પિચિંગનું ધોવાણ થયેલ છે.

વધુમાં તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ થયેલ આલેખન વર્તુળના પ્રતિનિધિ તેમજ કન્સલ્ટન્ટશ્રીના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ભારે વરસાદના સમયે આ વેલ ફાઉન્ડેશન સેટલમેન્ટ થવાની સંભાવના રહેલ છે. તથા ચાલુ ટ્રાફિક હોવાના કારણે જાનહાની થવાની શક્યાતાઓ રહેલ છે. જેથી પુલ પર ભારે કોમર્શિયલ વાહનોને પ્રતિબંધિત કરીને માત્ર ટૂ-વ્હિલર, કાર અને લાઈટ કોમર્શિયલ વાહનોને પસાર થવા દેવાની તેઓએ ભલામણ કરેલ છે.

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, છોટાઉદેપુરની ભલામણ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગાર્ગી જૈનને સંખેડા-ભાટપુર-વાસણા રોડ ઓરસંગ બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનો માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ખ

સંખેડા થી ડભોઈ-વડોદરા તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો સંખેડા થી હાંડોદ ચોકડી થઇ રતનપુર રોડ થઈ કરનેટ રોડ થઈ કરનેટ બ્રિજ થઈ બોરીયાદ થઇ ડભોઇ-વડોદરા જઈ શકાશે. જયારે સંખેડા થી છોટાઉદેપુર તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો સંખેડા થી માંકણી થઈ મોડાસર ચોકડી થઇ છોટાઉદેપુર જઈ શકાશે

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!