સમગ્ર દેશમાં આગામી તા.૨ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં રંગોળી, રાખડી મેકિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતિ વી આર શાહ સાર્વજનિક સ્કુલની વિદ્યાર્થિનીઓ દ્વારા આર્મી અને પોલીસ જવાનોને રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ કાર્ડના માધ્યમથી શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીશ્રી ભૂમિકા રાઓલ જણાવ્યુ હતું કે, બોડેલી તાલુકા સેવા સદન સભાખંડમાં ૧૭ જેટલા સખી મંડળીની ૬૫ બહેનોએ રાખડી મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સખી મંડળીની બહેનો દ્રારા બનાવેલ રાખડીઓનું તાલુકા સેવા સદન ખાતે વેચાણ કરવામાં આવ્યું હતું. સખી મંડળની બહેનોએ રાખડી બનાવી આવક મેળવી હતી