उदैपुरगुजरात

જેતપુર કદવાલ બ્રિજ પરથી માત્ર એસ.ટી.બસ, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટીંગ જેવા ઇમરજન્સી વાહનો તથા અન્ય હળવા વાહનોને પસાર થશે

જેતપુર કદવાલ બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ અને વૈકલ્પિક માર્ગનું જાહેરનામું

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), છોટાઉદેપુરની પેટા વિભાગીય કચેરી, જેતપુરપાવી હસ્તકના જેતપુર કદવાલ રોડ સેક્શન ભારજ નદી પર મેજર બ્રિજના સર્વે રીપોર્ટ મુજબ બ્રિજના ફાઉન્ડેશનમાં કોઇ ક્ષતિ જણાઇ આવેલ નથી. માત્ર સ્લેબ અને ગર્ડરમાં નુકશાન જણાયેલ છે. બ્રિજની બાજુમાં ઓરસંગ અને ભારજ નદીમાં રેતીની લીઝો આવેલ હોવાથી રેતી ભરેલા ભારે વાહનો પસાર થતાં હોવાથી ભવિષ્યની અસર ધ્યાને લેતા બ્રિજને “ભારે વાહનો (૨૦ ટન થી વધારે વજન તેમજ ૨-એક્સેલથી વધારે એક્સેલ વાળા વાહનો) પ્રતિબંધિત કરવામાં આવેલ છે. ભારજ પુલ પરથી માત્ર એસ.ટી.બસ, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટીંગ જેવા ઇમરજન્સી વાહનો તથા અન્ય હળવા વાહનોને પસાર થવા દેવાની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાર્ગી જૈને જેતપુર-કદવાલ બ્રિજ એસ.ટી.બસ, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટીંગ જેવા ઇમરજન્સી વાહનો તથા અન્ય હળવા વાહનોને પસાર થવાની મંજૂરી આપી છે. તેમજ ભારે વાહનો (૨૦ ટન થી વધારે વજન તેમજ ૨-એક્સેલથી વધારે એક્સેલ વાળા વાહનો) માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ડુંગરવાંટ થી બોડેલી તરફ જવા માટે ડુંગરવાંટ-જાબુંઘોડારોડ પર થઇ બોડેલી જઇ શકાશે. બોડેલી થી ડુંગરવાંટ તરફ જવા માટે બોડેલી-જાબુંઘોડા-ડુંગરવાંટ રોડ પર થઇ ડુંગરવાંટ જઇ શકાશે. ડુંગરવાંટ થી છોટાઉદેપુર તરફ જવા માટે ડુંગરવાંટ ચોકડી થી બાર-કુંડલ-ધોળી સામેલ-ઝોઝ થઇ છોટાઉદેપુર જઇ શકાશે. છોટાઉદેપુર થી ડુંગરવાંટ તરફ જવા માટે છોટાઉદેપુર-ઝોઝ-ધોળી સામેલ-કુંડલ-બાર થઇ ડુંગરવાંટ જઇ શકાશે. ડુંગરવાંટથી જેતપુરપાવી તરફ જવા માટે ડુંગરવાંટ ચોકડી થી બાર-કુંડલ-ધોળી સામેલ-ઝોઝ-તેજગઢ-કિકાવાડા-ઘુટનવડથી જેતપુરપાવી જઇ શકાશે. જેતપુરપાવીથી ડુંગરવાંટ તરફ જવા માટે જેતપુરપાવી-ઘુટનવડ-કિકાવાડા-તેજગઢ-ઝોઝ-ધોળી સામેલ-કુંડલ-બાર થઇ ડુંગરવાંટ તરફ જઇ શકાશે. આ જાહેરનામુ તા.૧૮/૦૭/૨૦૨૫ થી તા. ૧૬/૦૮/૨૦૨૫ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!