સમગ્ર દેશમાં ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જે અંગે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખુંટાલિયા છોટાઉદેપુર ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું સુચારુ સંચાલન થાય માટે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન વી સી હોલ ખાતે બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રી ગાર્ગી જૈનને જિલ્લા કક્ષાની ઉજવણીમાં તા.૧૪ અને ૧૫ ઓગસ્ટના દિવસે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ-મકાનોને રોશનીથી સુશોભિત કરવા, સભામંડપ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ચિત્ર, નિબંધ સ્પર્ધાના વિજેતા સીલ્ડ સુનિશ્ચિત કરવા, તેમજ સમગ્ર જિલ્લાના જાહેર માર્ગો પર સ્વચ્છતા જળવાય માટે સઘન સાફ સફાઈ કરાવવા, ટ્રાફિક નિયમન કરવા, પાર્કિંગ સહિતની અન્ય વ્યવસ્થાઓમાં જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહિવટદારશ્રી કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેકટરશ્રી મુસ્કાન ડાગર,અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેસ ગોકલાણી સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.