गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ ની ખાણોમાં FS નો સપાટો,2 કરોડ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત

મહિનામાં એક વાર જિલ્લામાં FS ની ટીમ આવે તો સરકારને કરોડોનો ફાયદો થાય એમ છે

છોટાઉદેપુર જિલ્લામાં 18 ફેબ્રુઆરી ના દિવસે ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છોટાઉદેપુરના દડીગામ અને કાનાવાંટ ગામે ડોલોમાઈટ ની ખાણોમાં છાપો મારવામાં આવ્યો હતો અને ગેરકાયેસર ડોલોમાઈટ પથ્થરનું ખાણ કામ થતું જોવા મળ્યું હતું જેથી કરીને ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા કામ અર્થે ઉપયોગમાં લેવાયેલ 2 કરોડ ઉપરાંતના સાધનો ને પકડી પાડીને સીઝ કરવામાં આવ્યા છે જેથી કરીને સમગ્ર ડોલોમાઈટ જગતના ગેરકાયદેસર ચાલતી ખાણોના માલિકોમાં ફાફડાટ વ્યાપી ગયો હતો વધુમાં વાત કરીએ તો સમગ્ર પંથકમાં લોક ચર્ચા એવી ચાલી રહી છે કે જો ગાંધીનગરથી FS ની ટીમ મહિના માં ફક્ત એક જ વાર આવે તો સરકારને દંડની આવકમાં કરોડોનો ફાયદો થાય તેમ છે છોટાઉદેપુર જિલ્લામાં લોક ચર્ચામાં એ પણ આવે છે કે ડોલોમાઈટ જગતની ખાણો ઘણી કાયદેસર અને ઘણી ગેરકાયદેસર રીતે ચાલે છે. જે ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય જેની બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્વૉડને મળતા ગાંધીનગરથી ટીમો આવી પહોંચી હતી. અને છોટાઉદેપુરના કાનાવાટ અને દડીગામ ખાતે છાપો માર્યો હતો. જ્યાં ગેરકાયદેસર ડોલોમેટ પથ્થરનું ખાણકામ કરવા ઉપયોગમાં લેવાયેલા મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાત માહિતી અનુસાર એસ જે ચાવડા ફ્લાઈંગ સ્વૉડ નિયામકને મળેલ બાતમીના આધારે ગાંધીનગરથી ટીમો છોટાઉદેપુર આવી પહોંચી હતી. અને ખાણ ખનીજ છોટાઉદેપુર વિભાગ સાથે સંયુક્ત રીતે છોટાઉદેપુર પંથકના કાનાવાટ અને દડી ગામ ખાતે છાપો માર્યો હતો. જેમાં ડોલામાઈટ પથ્થરના ખોદકામ કરતાં 1 જીસીબી મશીન, 3 હીટાચી મશીન, 7 ડમ્પર, ટ્રેક્ટરો અને કોમ્પ્રેશન મશીન સહિત કુલ 20થી વધુ વાહનો અને સાધનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે બે કરોડ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેટલાક મડતીયા ડોલોમાઈટના કામ અર્થે ઓફિસ માં મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવતા હોય છે એવી લોક ચર્ચા વર્ષોથી સમગ્ર પંથકમાં ચાલી રહી છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!