રાજુલા માં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
રાજુલા માં જૂના કડિયાળી રોડ પર આવેલ બુદ્ધ વિહાર સોસાયટી માં ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.અને બાળકો દ્વારા બાબા સાહેબ ની વિવિધ સ્પીચ આપી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાજેશકુમાર પરમાર નાયબ મામલતદાર ,મનોજભાઈ વાળા,અનિલભાઈ પરમાર,લવજીભાઈ ધાંખડ,અશોકભાઈ નાવલ,હરેશભાઈ,કિશોરભાઈ, જીવરાજભાઈ મેવાડા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ જોડાયેલ હતા અને ડો.બાબા સાહેબની જન્મ જયંતી ની ઉજવણી કરવા માં આવેલ હતી.