
નર્મદા નદીમાં ડૂબી ગયેલા ૭ પૈકી વધુ 2 ના મૃતદેહ મળી આવતા આંક 6 પર પહોંચ્યો : હજી 1 ગુમ
નર્મદા જિલ્લાના પોઇચા ગામની નર્મદા નદીમાં તારીખ 14 મે ના રોજ ન્હાવા પડેલા સુરત રહેતા એક જ પરિવારના ૭ લોકો ડૂબી જતાં NDRF, ફાયર ટીમ,તેમજ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. દરમ્યાન આજે વધુ બે વ્યક્તિના મૃતદેહો માં 14 વર્ષીય બલદાનિયા અર્ણવ ભરતભાઈ તેમજ 45 વર્ષીય ભરતભાઈ બલદાનિયા નો મૃતદેહો મળી આવતા મૃતદેહો મળવાનો આંક 6 પર પહોંચ્યો છે. જ્યારે 1 વ્યક્તિ ના મૃતદેહ ની શોધખોળ હજી કરાઇ રહી છે.
[yop_poll id="10"]