गुजरात

રાધનપુરમાં નવયુવાનોને પ્રમાણિકતા દર્શાવી : 2 યુવાન મિત્રોને રસ્તામાંથી પૈસા મળ્યા,પૈસાનો કોઈ મૂળ માલિક ન મળતાં ધારાસભ્ય ની ઉપસ્થિતમાં કન્યાઓને દાન ભેટમાં અર્પણ કર્યા

યુવાનોને મળેલ રકમ 20,500 જેમાં આ યુવાઓને અન્ય પોતાની રકમ 500 ઉમેરીને પૂરા 21,000 કરી રોકડ રકમ ઠાકોર સમાજની કન્યાઓને દાન ભેટ અર્પણ કર્યા..

 

રાધનપુરમાં નવયુવાનોને પ્રમાણિકતા દર્શાવી : 2 યુવાન

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પ્રમાણિકતા નું ઉતમ ઉદાહરણ 2 ઠાકોર સમાજના યુવાન મિત્રોએ પૂરું પાડ્યું છે.રાધનપુરમાં 2 ઠાકોર સમાજના યુવાન મિત્રોને જાહેર રોડ રસ્તામાંથી પૈસા મળ્યા હતા.જે પૈસા મૂળ માલિક ને પરત કરવા યુવાન દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.પરંતુ છેવટે ઘણા સમય બાદ પૈસા નો કોઈ મૂળ માલિક ન મળતાં યુવાનોએ આ પૈસા કન્યાઓને દાન ભેટમાં અર્પણ કર્યા હતા.

કળિયુગના સમયમાં પણ પ્રમાણિકતા ગઈ નથી જેનું ઉતમ ઉદાહરણ ઠાકોર સમાજના બે નવયુવાનો ઠાકોર મનોજભાઈ દેવવાળા (કુળદેવી કેરીરસ અને સ્વીટ માર્ટ રાધનપુર) અને ઠાકોર કનુજી સુરકાવાળા (વાયરમેન ) બંને મિત્રોને રૂપિયા 20,500 વિસ હજાર પાંચસો રોકડા રસ્તામાંથી મળેલ જે અંગે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો દ્વારા મૂળ માલિક સુધી પહોંચવા જાણ કરેલ પરંતુ આ રકમ લેવા કોઈ મૂળ માલિક ના આવતા બંને યુવાનોએ સમાજ હિત માટે સમસ્ત ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલય ભાભર હાઈવે રોડ રાધનપુર ખાતે રૂબરૂ આવી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકો અને શેઠ રઘુબા ઠક્કરના વરદ હસ્તે તથા કર્મચારી જયંતીજી નાનાપુરા જયંતીજી માંડવી જય રામજી પીપળી જોરાજી પ્રેમનગર ગીરીશભાઈ પ્રેમનગર ગુરુજીઓની હાજરીમાં તેમને તેમની પ્રમાણિકતા બતાવી અને આ પૈસાનો કોઈ મૂળ માલિક નહિ મળતાં આ રકમ કન્યાઓને દાન ભેટમાં આપ્યા હતા.તેમજ મળેલ રકમ 20,500 જેમાં આ યુવાઓને અન્ય પોતાની રકમ 500 ઉમેરીને પૂરા 21,000 કરી રોકડ રકમ દાન ભેટ અર્પણ કરેલ જે બદલ સમસ્ત ઠાકોર સમાજ અને કન્યા છાત્રાલયની દીકરીઓએ તેમની પ્રમાણિકતાને લઇને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!