ડાંગ, તા. ૨૮ સાપુતારા ખાતે આવેલ માલેગામ-શામગહાન ઘાટમાર્ગમાં ચાલકે કાબુ ગુમાવતા લોખંડની પેનલ ભરેલ ટેમ્પો પલ્ટી ગયો હતો. ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજરોજ રાજકોટ તરફથી લોખંડની પેનલનો જથ્થો ભરી એક આઈસર ટેમ્પો નાસિક તરફ જઈ રહ્યોહતો.દરમિયાન,સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ-શામગહાન ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલક અને કલીનરને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
2,514 Less than a minute