A2Z सभी खबर सभी जिले कीगुजरात

જાહેરનામું: ખાનગી જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર પ્રતિબંધ

 

પેટ્રોલપંપ, ટોલનાકા, હોટલો સહિતની જગ્યાએ સીસીટીવી લગાડવાના રહેશે
કચ્છ કલેક્ટર દ્વારા એકસાથે બહાર પડાયા 16 જાહેરનામા
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કચ્છના કલેક્ટર દ્વારા એકસાથે 16 જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. તા. 30-06 સુધી ટોલ પ્લાઝા જેવા કે, મોખા, સામખિયાળી, સુરજબારી, માખેલ, રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા પર ટોલ ચુકવીને જ વાહન ચાલકે ટોલનાકું પસાર કરવાનું રહેશે, આ માટે ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર, પ્રતિબંધ, કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને રાજય/જિલ્લા બહારના ડ્રાઇવરો-કલીનરોની નોંધણી કરાવ્યા સિવાય કામે ન રાખવા, જિલ્લાની તમામ પાલિકાની હદમાં અધિકૃત વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘાસચારો ન વેચવા, જિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા, સૈન્યના વસ્ત્રો કે, અન્ય ચીજવસ્તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ ન કરવા, બેન્કો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્ટરો અને જવેલર્સ સહિતની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવા, જિલ્લાના હોટેલ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ, ધર્મશાળા, સમાજવાડી, મુસાફરખાનાના માલિકોને પથિક સોફટવેર ઇન્સ્ટોલ કરવા તેમજ રહેવા આવનારા તમામ મુસાફરના સ્વહસ્તાક્ષરમાં નામ, સરનામું, મોબાઇલ નંબર સાથે ઓળખપત્ર સહિતની વિગતો રાખવા, ઔદ્યોગિક એકમો, ઠેકેદારોને મજૂરોમાટે પાણી, વીજળી, રહેણાંક, શૌચાલયની સુવિધા ઉભી કરવા, મજૂરોની તમામ વિગતોનું રજિસ્ટર નિભાવવા, બોર કુવા/ટયુબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને 15 દિવસ પહેલાં જાણ કરવા, હોટેલ માલિકોને તકદારીનાં પગલાંનો અમલ કરવા, મોબાઇલ અને સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ રાખવા, જુના-નવા સાયકલ-સ્કુટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓને દસ્તાવેજી પૂરાવા રાખવા, મોબાઇલ લે-વેચ કરનારા વેપારીઓને ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવા, ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશનને પહોંચાડવા તેમજ ખાનગી ટ્યૂશન ક્લાસીસ સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રાખવા જિલ્લા સમાહર્તા આનંદ પટેલ દ્વારા જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!