સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંજેલી સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય કાર્યરત છે જેમાં ધોરણ 1 થી 8 ના બાળકો શિક્ષણની સાથે સાથે સામાજિક મૂલ્યો અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળામાં 21 મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવતા આજે દેશ વિદેશોમાં પણ ગુજરાતી ભાષાનું મહત્વ વધ્યું છે. તેમ જણાવતા પોતાની માતૃભાષા માંન સન્માન મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું. શાળાના આ. શિ.. અશ્વિનભાઈ સંગાડા દ્વારા માતૃભાષા વિષે રસપ્રદ માહિતી આપી હતી આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી..
રિપોર્ટર વિજય ચરપોટ સંજળી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ