गुजरात
Trending

બોડેલી તાંદલજા બેઠક ની પેટા ચૂંટણીમાં ભાજપ ના ઉમેદવાર વિજય થયા

નવનિયુક્ત બોડેલી ભાજપા પ્રમુખ નીલ પટેલ ની મહેનત રંગ લાવી

બોડેલી તાલુકા પંચાયત ની તાંદલજા બેઠક પર કોંગ્રેસ ના તાલુકા સદસ્ય ગિરધર ભાઈ અમરસિંગ ભાઈ રાઠવા નું મરણ થવાથી જગ્યા ખાલી પડતા તેની પેટા ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ ના ઉમેદવાર બાબરભાઈ કોયજીભાઈ તડવી અને ભાજપ ના ઉમેદવાર ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ બારીયા અને જયેશભાઇ રાઠવા એ આમ આદમી પાર્ટી ફોર્મ ભર્યું હતું જેમાં ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ 2254મત મેળવ્યા અને 1674 મતથી આગળ થઈ વિજેતા બન્યા હતા જેને લઇ ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશી નો માહોલ છવાયો હતો સાથે સાથે સંખેડા બેઠકમાં ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી અને બોડેલી તાલુકા ભાજપા પ્રમુખ નીલ પટેલ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો બોડેલી સેવા સદનથી વિજય ઉત્સવ મનાવવા કાર્યકર્તાઓ એકત્રિત થઈ નીકળ્યા હતા અને ફટાકડાઓની રમખાડ મચાવી હતી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!