
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના ખીરમાણી ગામની સીમમાં આવેલ જંગલમાં એક ઝાડ ઉપર નાયલોનની દોરી બાંધેલ તેમજ ઝાડ નીચે કંકાલહા લતમાં. મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ખી૨માણી ગામ ખાતે રહેતી રમીલા ઉર્ફ પીનુબેન અશ્વિનભાઈ માહલા (ઉ. વ.૩૫). એ ગત તા.૦૪|૧૦|૨૦૨૪ ના રોજ કપડાં ધોવાનું જણાવી પોતાની રીતે ક્યાંક જતી રહી હતી.જોકે આજ દિન સુધી તેણીની શોધખોળ કરતા તે મળી આવેલ નથી. ખીરમાણી ગામની સીમમાં આંબાનામાળ નામે ઓળખાતી જગ્યાની ઉપર આવેલ જંગલમાં લાશ (કંકાલ) મળી આવેલ હતું. જેને લઈને વઘઇ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કંકાલ પર રહેલ કપડા તથા તેના પગરખા રમીલા બેનના ઉર્ફે પીનુબેનના હોય તે તેના પરિવારજન એ ઓળખી બતાવેલ છે. પરંતુ આ મરણ જનારની લાશ કંકાલ હાલતમાં ગીચ જંગલમાં એક ઝાડ ઉપર નાયલોનની દોરી બાંધેલ તેમજ ઝાડ નીચે કંકાલ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. આ બાબતે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.