
ઝોનલ ઓફિસર તેમજ વિવિધ ટીમોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાની EEM ની ટીમો જેવી કે FST, SST,VST,VVT,AEO તથા Accounting teams ને સોમવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પાટણના અધ્યક્ષ સ્થાને જિલ્લાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જિલ્લાની EEM ની ટીમો ઉપરાંત પાટણ જિલ્લાની તમામ વિધાનસભાના ઝોનલ ઓફિસરોને ઉક્ત સ્થળે જિલ્લાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે કરવાની કામગીરી વિશે અવગત કરવામાં આવ્યા હતા.
Discover more from Vande Bharat Live Tv News
Subscribe to get the latest posts sent to your email.