ડાંગ
સુબીર તાલુકાના ઉગા ગામનાં રહેવાસી ગુલસીંગ પવાર ઉ. વ. 56 પોતાના પુત્ર સાથે ધોધળ નદી ના ચેક ડેમ પરથી
નદી ઓળંગી રહ્યા હતા. અચાનક પાણી નો પ્રવાહ વધી
જતાં ગુલસીંગ પવારનો પગ લપસી ગયો હતો, જેથી
ગુલસીંગ પવાર નદીના પ્રવાહ માં તણાઈ ગયો હતો. જેની સુબીર પોલીસ ને જાણ થતાં, PSI કે. જી. ચૌધરી ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈને તણાઈ ગયેલા વ્યક્તિની શોધખોળ
ચાલુ કરી હતી. પરંતુ તેમનો કોઈ ભાળ મળ્યો નં હતો. ધોધળ નદીનું પાણી આગળ જતાં પૂર્ણા નદીને મળેછે. પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય, અને ચોમાસાનું ધોળું પાણીના કારણે ગુલસીંગ પવાર ની લાશ મળી નં હતી.
પરિવાર અને સુબીર વહીવટી તંત્ર ખૂબજ ચિંતિત હતું. એક. બે નહીં.. પણ, સાતમાં દિવસે ગુલસીંગ પવારની લાશ
લગભગ 20 થી 25 km દૂર (ખોપરીઆંબા) ગામ નજીક
થી પૂર્ણા નદીમાંથી મળી આવતાં, પોલીસ દ્વારા તેનો કબ્જો
લઈને PM ની કાર્યવાહી કરવામાં આવી હતી.