સુરતઃ માતા પિતા અને યુવાન બેન દીકરીઓ ને સાવધાન રહેવા જેવો કિસ્સો,યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સાથે મિત્રતા કર્યા બાદ કાર દલાલે તેને મળવાને બહાને હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ મુખમૈથુન કરાવી તેનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. નરાધમે યુવતીને ઢોર માર મારી ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર દલાલની ધરપકડ કરી હતી.સરથાણા પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ઉધના વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે સમયે કાર લે-વેચની દલાલીનું કામ કરતા મીત ઈશ્વરભાઈ ઝાલાવાડિયા (રહે.શિક્ષાપત્રી એવન્યુ આશાદીપ સ્કૂલની પાછળ) કોલેજના તેના મિત્રને મળવા માટે જતો હતો. તે વખતે યુવતી સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ મીત યુવતીને મળવાને બહાને સીલ્વર ચોક પાસેની સ્પૉકલ હોટલ, વેસુ ખાતે આવેલ હોટલ તેમજ સંબંધીના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીને મુખમૈથુન કરાવી મીત એ તેના મોબાઈલમાં ફોટા તેમજ વિડીયો ઉતાર્યો હતો. આટલુ ઓછું હોય તેમ મીત યુવતીને ગાડીમાં બેસાડી ડુમસમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ મારઝુડ કરી ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીના ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મીત ઝાલાવાડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2,516