
ડીંડોલી વિસ્તારમાં રહેતાં પરિવારની ધો. ૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીરાને સ્કૂલે તથા ટ્યુશન ક્લાસીસ પર મુકવા જતી વેળા રિક્ષાચાલક બાજુમાં બેસાડી શારીરિક અડપલાં કરતો રહેતો હતો. અંતે ચુંબનનો પ્રયાસ કરવામાં આવતાં ચુપકી તોડી સગીરા દ્વારા પ્રતિકાર કરવામાં આવતાં સગીરાને મારી નાંખવાની ધમકી આપનારાં રિક્ષા ચાલક ની ડીંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ડીંડોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિવારની ૧૪ વર્ષીય રેખા (નામ બદલ્યું છે) ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. રેખાને સ્કૂલે તથા ટ્યુશન ક્લાસીસ પર મૂકવા જવા માટે વર્દી મારનારા રિક્ષા ચાલક ધીરજ ઉર્ફે વીકકી પાટીલ (ઉ.વ. ૨૬, રહે. ઘર નં. ૧૧૩/૧૧૪, ગણપતિધામ ૨, નવાગામ, ડીડોલી, સુરત) તા.૧૫/૮/૨૪ થી તા. ૨૪/૮/૨૪ દરમિયાન રેખા ને પોતાની સાથે રીક્ષાની આગળની સીટ પર બેસાડી પગ તથા છાતી નાં ભાગે અડપલાં કરતો હતો. દરમિયાન રિક્ષા ચાલક ધીરજ પાટીલ દ્વારા ચુંબન કરવાનો પ્રયાસ કરવામાં આવતાં રેખા એ ચુપકી તોડી આવું નહીં કરવા કહેતાં ધીરજ દ્વારા રેખાને જાન થી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. અંતે રેખા દ્વારા પરિવારને સમગ્ર હકીકતની જાણ કરવામાં આવતાં રેખા નાં દાદા દ્વારા ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં રિક્ષા ચાલક વિરુદ્ધ બી.એમ.એસ ની કલમ ૭૫(૨), ૩૫૧ (૩) તથા પોક્સો અંતર્ગ તફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ સંદર્ભે પોસઈ એન.સી પટેલ દ્વારા આજરોજ રિક્ષા ચાલક ધીરજ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




