A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024गुजरातताज़ा खबर

પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપના ઉમેદવારને ઝટકો…

 

પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપના ઉમેદવારને ઝટકો…

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા પરંતુ ભાજપમાં જાતે કોઈ નિર્ણય ન લઈ શકતા બળાપો વ્યક્ત કરી પુનઃ કોંગ્રેસ ને સમર્થન…

પાટણ લોકસભા ચૂંટણી નો રંગ બરાબર નો જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઠાકોર સમાજના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો એકબીજા ઉમેદવારો પાર્ટીના આગેવાનોને કાર્યકર્તાઓને પોતાની પાર્ટીમાં આવકારવા પ્રયાસો કરી રહી છે. ત્યારે  આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠકના  ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના રાજપૂત ક્ષત્રિય સમાજ ની બેન દીકરીઓ વિરોધ કરાયેલા નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર  ભરતસિંહ ડાભી ની પણ પાટણ લોકસભા બેઠક પર વિરોઘ વચ્ચે વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ના ચૂંટણી પ્રચાર દરમ્યાન પાટણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત

તેઓના સમથૅકો એ ભાજપ ને  રામ રામ કોંગ્રેસ નો ખેસ ઘારણ કર્યો હોય જેને ચંદનજી ઠાકોર સહિત કોગ્રેસના આગેવાનો એ આવકાયૉ હતા. 

પાટણ ના નોરતા ગામે કોંગ્રેસ ની બેઠક મા પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર પોતાના સમથૅન સાથે ભાજપ છોડી કોંગ્રેસ નો ખેસ ઘારણ કરતા પાટણ લોકસભા ભાજપના ઉમેદવારને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે.આમ પણ પાટણ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજપૂત ક્ષત્રિય સમાજના વિરોધને લઈને વિવિધ ગામ મા પ્રવેશ પ્રતિબંધના બેનરો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ તેમના કાયૅકરો સાથે કોગ્રેસ ને સમથૅન જાહેર કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મા છેલ્લા ધણા વષોથી જોડાયેલ હતો પરંતુ આ  પાર્ટીમાં મુક્ત મને કોઈ કાર્ય કરી શકતા ન હોય અગાઉ હું કોંગ્રેસ માજ હતો અને આજે ફરીથી મારા ધરે પરત ફર્યો હોવાનું જણાવી કોગ્રેસના ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજેતા બનાવવાની ખાતરી આપતા ભાજપના ઉમેદવાર ને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે.


Discover more from Vande Bharat Live Tv News

Subscribe to get the latest posts sent to your email.

Back to top button
error: Content is protected !!