
સુરત શહેર નાં લિંબાયત વિસ્તારમાં આવેલા સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર ન્યૂઝ પ્રિન્ટિંગ પ્રેસ માંથી આજરોજ નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. આ કારખાનું લિંબાયત ખાતે ચાલી રહ્યું હતું. કારખાનામાંથી નવ લાખ ની કિંમતની નકલી નોટો મળી આવી.500 અને 200 નાં દરની નકલી નોટો મળી આવી. ફિરોઝ શાહ નામના શખ્સ ની ધરપકડ કરાઈ છે. કહેવાય છે કે સાપ્તાહિક પેપર છાપવાની જ્ગ્યાએ નકલી નોટ છાપવા લાગ્યાં હતાં, જેનાથી સુરતમાં પ્રેસ કલંકિત થયો.