A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरे

રાજુલાના કાતર ગામેથી બોગસ ડોકટરને જડપી લીધો

એસઓજી ટીમે ખાનગી બાતમીના આધારે બોગસ તબીબને રૂપિયા ૧૬,૯૯૪ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો.

રાજુલાના કાતર ગામેથી એસઓજી ટીમે ખાનગી બાતમીના આધારે બોગસ તબીબને રૂપિયા ૧૬,૯૯૪ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો.

અમરેલી પોલીસ અધિક્ષકની સૂચનાના પગલે અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ છે. જે અન્વયે એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં અને તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે જુની કાતર ગામે પંચોળીપરામા અરજણભાઈ રામભાઇ બલદાણીયાના ભાડાના મકાનમાં નામ વગરનું ડો.ક્લનીક ચલાવતા સંજય નારણભાઇ મો૨ રહે.રાજુલા વાળાને ગેરકાયદેસર દવાખાનુ/ક્લીનીક ચલાવતા હતો. અને તે જગ્યાએ મેડીકલ ઓફીસર સાથે રેઇડ કરતા સંજયભાઇ નારણભાઇ મોર ઉવ.૩૮ને સ્ટેથોસ્કોપ-૧ તથા બિપી ઇન્સ્ટ્રુમેન્ટ-૦૧, એલોપેથીક દવાઓ, તથા દવાની બોટલો અને ઇન્જેકશનો વગેરે મેડિકલના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી,એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ, પો.કોન્સ મહેશભાઇ જી.રાઠોડ, સુરેશભાઇ મેર સહિતનાઓ દ્વારા કરવામા આવેલ છે….

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!