
રાજુલા ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણીનેઅનુલક્ષીને કોંગ્રેસની બેઠક મળી…
રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે કોગ્રેસ પક્ષની આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મીટીંગનું આયોજન કરવામા આવ્યુ હતું. આ મીટીંગ પધારેલા આગેવાનોનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું. આ મિટીંગ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની અધ્યક્ષતાંમા યોજાઇ.
જેમા રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું. પાલિકા ચૂંટણીને લઈ કોગ્રેસ પક્ષ દ્વારા રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ કોંગ્રેસને વધુને વધુ મજબૂત કરવા માટે હાકલ કરાઇ હતી. સમગ્ર મીટીંગનું આયોજન શહેર પ્રમુખ રવીરાજભાઇ ધાખડા સહિત ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, જીલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, ટીકુભાઈ વરુ રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજ ધાખડા, વિરોધ પક્ષના નેતા જેડી કાછડ, નાયાભાઈ ગુજર, ગાંગાભાઈ હડિયા, રાહુલભાઈ ધાખડા, હિતેશ સોલંકી, દીપક દાદા, ઉત્સવભાઇ મારું રસુલભાઈ દલ, વિજયભાઈ વાઘ, વિનુભાઈ શ્રી રામ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં…






