સુરત મહાનગર પાલિકા ખાતે મળેલી સાંસદો-ધારાસભ્યોની સંકલન બેઠકમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ મુદ્દે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મેટ્રો રેલની કામગીરીને પગલે વરાછા અને સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ લંબે હનુમાન રોડથી સબરસ ગરનાળા સુધીના રેલ્વે ટ્રેકને અડીને આવેલા સૂચિત ૨૪ મીટર નો રોડ પરના દબાણો દૂર કરી રસ્તો કાર્યરત કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ જણાવ્યું હતું કે શહેરમાં ચાલતી મેટ્રો રેલની કામગીરીને અડચણ ઊભી નહીં થાય તે માટે રસ્તાઓ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે મોટાભાગના ઝૂંપડાઓનું દબાણ દૂર કરી દેવાયું છે માત્ર ૩૦૭ જેટલા ઝૂંપડા ઓનું દબાણ દૂર કરવામાં આવ્યું ના હોય રસ્તો ખુલ્લો થઈ શક્યો નથી જો ઝૂંપડાઓનું દબાણ દૂર કરવામાં આવે અથવા તો ૨૪ મીટરની જગ્યાએ હાલ ૯ મીટરનો સિંગલ રસ્તો ખુલ્લો કરવામાં આવે તો વરાછા મેઇન રોડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં જે ટ્રાફિકનું ભારણ જોવા મળે છે તેમાં મહદ અંશે ઘટાડો કરી શકાય તેમ છે આ ઉપરાંત પ્રવીણ ઘોઘારીએ કોયલી ખાડી પર જે બોક્સ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે તેને ઝડપથી પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી જેના કારણે વરાછા મેઇન રોડ અને સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાઈ રહી છે સબરસ ગરનાળુ બંધ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે લંબેહનુમાન રોડ થી સબરસ ગરનાળા સુધી રેલવે ટ્રેકની સમાંતર આવેલી વસાહતો નું દબાણ દૂર કરી ૨૪ મીટરનો રસ્તો ખુલ્લો કરવાનું આયોજન મનપાએ કર્યું છે
2,530 Less than a minute