
આગામી સમયમાં ૧૫ ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ વડા હિતેશ જોયસર સહીત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લોકોને તિરંગાનું વિતરણ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે દરમ્યાન ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે કામરેજ ચારરસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહીત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.હવેથી દરરોજ ગ્રામ્યના દરેક પોલીસ મથકમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું