?php echo do_shortcode('[t4b-ticker]'); ?
A2Z सभी खबर सभी जिले की
Trending

જહુડીબહેન નાયક માટીના નોનસ્ટીક વાસણો બનાવવાની આદિવાસી માટી કળા

IMG 20240809 WA0251

    છોટાઉદેપુર જિલ્લાના પાનવડના કનલવા ગામમાં રહેતા જહુડીબહેન નાયક આદિવાસી સમુદાયની માટીકળા થી વાસણો બનાવે છે આધુનિક સમયમાં નોનસ્ટીક વાસણોનું ચલણ ખુબ જ વધ્યુ છે. બધાના ઘરમાં અલગ અલગ બ્રાન્ડના નોનસ્ટીક વાસણો હોય છે. નોનસ્ટીક વાસણમાં ઓઇલ નહિવત વપરાય છે અને ગેસ પણ બચે છે. તમને આવાત જાણીને નવાઈ લાગશે કે, આપણે તો લોખંડના નોનસ્ટીક વાસણો વાપરી ગુડ હેલ્થની વાતો કરીએ છીએ પણ આપણા વડવાઓ વર્ષો પહેલા માટીના નોનસ્ટીક વાસણો વાપરાતા હતા કે જે હેલ્થ માટે સૌથી ઉત્તમ હતા. સામાન્ય રીતે માટી ચાકડે ચડીને આકાર પામતી હોય છે પણ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય માટીને હાથથી આકાર આપી વાસણ બનાવે છે. આ વાસણ બન્યા બાદ તેને કોહીંબ વૃક્ષ નું પડ ચડાવીને નોનસ્ટીક બનાવવામાં આવે આવા જ એક માટી કલાકર છે જહુડીબહેન નાયક, અમે ખેતરની કાળી, ભૂરી અને ચીકણી આમ ત્રણ પ્રકારની માટીને પાણી સાથે મીક્ષ કરી, તેને મચડીને વાક આપીએ છીએ. વાક આપ્યા પછી ઢીકરા (વાસણ) બનાવવાનું કામ શરૂ થાય છે. તળાવની ગંદી માટી વાસણ બનાવવામાં વપરાતી નથી. બાજરીનો રોટલો ઘડતા હોય તેમ માટીનો ગોળ ગોળો બનાવી હાથથી રોટલાની જેમ ઘડીએ છીએ. માટીનો રોટલો થોડો મોટો થાય એટલે પથ્થર પર હાથથી મોટા આકાર આપીએ. સરસ ગોળ માટીના રોટલાને જૂના માટલા પર મૂકી ગોળ વાટકાનો આકાર આપીએ છીએ.સામાન્ય રીતે કુંભાર માટીને ચાકડે ચડાવી આકાર આપતા હોય છે પણ આ આદિવાસી મહિલા તો માટીને મચડીને હાથથી વાસણોને આકાર આપે છે. આ વાસણને પરંપરાગત અગ્નિથી નીંભાડામાં પકવે છે. વાસણ પકવ્યા બાદ શરૂ થાય છે નોનસ્ટીક માટીના વાસણ બનાવવાની કળા. આમ તો જંગલમાં ઘણા બધા પ્રકારના લાખ મળતા હોય છે પરંતુ માટી પર કોહીંબ વૃક્ષનું લાખ જ ચડે છે. જે આયુર્વેદીક રીતે પેટમાં ઠંડક આપે છે અને વાસણને નોનસ્ટીક બનાવે છે. માટી કામ કરતા જહુડિબહેને કહ્યું કે, અમે હાથેથી તવલા, તાવી, મોટી કડાઈ તેમજ રોટલા બનાવવાના કલેડા બનાવીએ છીએ. પાનવડ(રવિવારે) અને કવાંટ(સોમવારે) હાટ બજારમાં ઢીકરા (માટીના વાસણ) વેચાય છે. સમાન્ય દેખાતા આ આદિવાસી મહિલા ભારતમાં થતા હસ્તકલા પ્રદર્શનમાં ભાગ લે છે, તો તેમનો અમદાવાદ વસ્ત્રાપુર હાટ બજારમાં માટીના વાસણોનો સમયાન્તરે સ્ટોલ પણ લાગે છે. આપણા ગુજરાતની આદિવાસી માટી કળાની આજે સમગ્ર દેશમાં માંગ છે. આ માટીના નોનસ્ટીક વાસણમાં ધીમા તાપે ભોજન પાકે છે જેથી તેમાં પોષકતત્વો જળવાઈ રહે છે જે માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Check Also
Close
Back to top button
error: Content is protected !!