A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ભાઈએ ઠપકો આપતા આપઘાત

દિપાલી પાંડવે કોઈ યુવક સાથે વાત કરતી હતીઃ દિપાલીએ એસિડ પી જીવન ટૂંકાવ્યું

કતારગામમાં ૨૨ વર્ષીય યુવતીએ ઘરે એસિડ પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવતી એક યુવક સાથે ફોન પર વાતચીત કરતી હતી. તે સમયે ભાઈ જોઈ જતા તેણે બહેનને ઠપકો આપ્યો હતો. જે વાતને લઈ યુવતીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલ જે.પી. નગર સીતારામ કોમ્પલેક્ષમાં દિપાલી અર્જુનભાઈ પાંડવ (ઉ.વ.૨૨) માતા તેમજ ભાઈ સાથે રહેતી હતી. દિપાલીનો ભાઈ હર્ષ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ દિપાલી સિલાઈ કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતી હતી. સોમવારે રાત્રે દિપાલી ઘરમાં ફોન ઉપર એક યુવક સાથે વાત કરી રહી હતી. તે સમયે તેનો ભાઈ હર્ષ વાતચીત કરતા તેને જોઈ જતા દિપાલીના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો.બાદમાં દિપાલીએ ભાઈ હર્ષના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ બાથરૂમમાં જતી રહી હતી અને મોબાઈલ ફોનમાંથી મિત્રનો નંબર અને તેની સાથે વાતચીત કરેલ ચેટ ડિલીટ કરી આવી હતી. જેથી ભાઈએ દિપાલીને ઠપકો આપ્યો હતો તેમજ બીજા દિવસે સવારે હર્ષે તેની માતાને આખી વાત કહી હતી.જેથી તેની માતાએ પણ દિપાલીને ઠપકો આપ્યો હતો. જે વાતનું માઠું લાગી આવતા મંગળવારે રાત્રે દિપાલીએ એસિડ પી લીધું હતું. જેથી પરિવારજનો દિપાલીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દિપાલીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!