
પાટણ જિલ્લાના હારીજ ખાતે એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટ માં લીરે લીરા ઉડ્યા છે.બીજી ટર્મ માટે આજે ચેરમેન ની ચુંટણી યોજાઈ હતી.જેમાં ભાજપ એ બાબુભાઈ સવાભાઈ ચોધરી ને મેન્ડેટ આપ્યો હતો.એપીએમસી માં ડિરેક્ટરો એ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલ અને પ્રથમ ટર્મ ના ચેરમેન વાઘજીભાઇ ચોધરી ને ફરી જીતાડ્યા હતા.

ભાજપના મેન્ડેટ ના બાબુભાઈ ચોધરી ને આઠ મત તેમજ વાઘજીભાઇ ચોધરી ને નવ મત મળ્યા હતા.અને વાઘજીભાઇ ચોધરી 2022 માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રામ રામ કર્યા હતા.વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના વાઘજીભાઇ ચોધરી ને હારીજ એપીએમસીમાં પ્રથમ ટર્મ માં ચેરમેન પદ મળ્યું હતું અને શિસ્તબદ્ધ પાર્ટીમાં બળવો થયો હતો.










