છોટાઉદેપુર જિલ્લામાં બેંક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન ભવનનું જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત ભવનના પટાંગણામાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આરએસઈટીઆઈના નિયામકશ્રી રાહુલ જોષી દ્વારા આરએસઈટીઆઈને લગતી તમામ તાલીમની માહિતી, મેગા ક્રેડિટ કેમ્પની માહિતી અને બેન્કને લગતી માહિતી આપવામાં આવી હતી. વર્તમાન પરીસ્થિતિને ધ્યાને રાખીને નાંણાકીય સાક્ષરતા સેન્ટર છોટાઉદેપુર દ્વારા નાંણાકીય સાક્ષરતા, સખી મંડળ, કેશ લેશ ટ્રાંજેક્સન કરતી વખતે સાવચેતીના પગલાં અને સોસિયલ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે મેગા ક્રેડીટ કેમ્પમાં ખેડૂત મિત્રો, સખી મંડળના બહેનો અને બેન્કના ગ્રાહકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૨૩ લાભાર્થીને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ચેક વિતરણમાં કેસીસી ૩૬૭ લાખ, એસ.એચ.જી ૩૯૭ લાખ, એગ્રી કાર લોન ૩૦ લાખ, ટ્રેકટર લોન ૧૫ લાખ, પીએમસુર્યઘર ૮૦ લાખ, મુદ્રા લોન ૧૦૦ લાખ, વાજપેયી બેંકેબલ યોજના ૨૦ લાખ, કેસીસી એનીમલ હસબન્ડરી ૫૪ લાખ આમ કુલ ૧૦.૬૩(દસ કરોડ ત્રેસઠ લાખ ના) ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવાએ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ઈ.જિ.વિકાસ અધિકારીશ્રી સચીનકુમાર, ડીઆરડીએના નિયામકશ્રી કે.ડી.ભગત , બીઓબીના જનરલ મેનેજર અનુજ ભાર્ગવ, રીજનલ મેનેજર બરોડા ડિસ્ટ્રિક્ટ રિજિયનના શ્રી અરબીન્દ કુમાર સિન્હા, અન્ય અધિકારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા