છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત આજુ બાજુ ના ગામડા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદ વરસતા આકરો સ્વરૂપ ધારણ કર્યું હતું અને વીજળી એ કાળજૂ કંપાવી નાખે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઊંચાપાનના ડુંગરી ફળિયામાં રાઠવા ગોપાલભાઈ જયંતિ ભાઈ ની પહાડી ભેંશ ઉપર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ગોપાલ રાઠવા જણાવી રહ્યા છે કે કાળી મજૂરી કામ કરી ભેંસ હું થોડા સમય પહેલા જ ખરીદી હતી અને બે સમય ડેરી માં દૂધ ભરી ને મારા પરિવાર નું ગુજરાન ચલાવું છે. ત્યારે અચાનક વાતાવરણ માં પલટો આવતા વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ભેંસ નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે…