*સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી.*
*સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી.* સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં સંયુક્ત ઉપક્રમે TRC ગાર્ડન ના પાછળ ઉકાઈ ડેમના નીચેના ભાગમાં કરવામાં આવી. સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસ ની ઉજવણીમાં શ્રી આર.આર.બોરડ(GAS) અધિક નિવાસી કલેકટરશ્રી તાપી એમનાં ધર્મપત્ની સાથે હાજર રહ્યાં હતાં. શ્રી સુરજભાઈ વસાવા તાપી ભાજપા પ્રમુખ, શ્રી ડો.સ્મિત લેન્ડે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ, શ્રી અમિતભાઈ અગ્રવાલ સોનગઢ નગર ભાજપા પ્રમુખ, શ્રી કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટર સોનગઢ નગર પાલિકા, શ્રી વિક્રમભાઈ ગામીત સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ, શ્રી અનિલભાઈ ચૌધરી સામાજિક કાર્યકર, શ્રી શ્યામભાઈ ગામીત ધર્મ જાગરણ મંચ તાપી, શ્રી સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત, શ્રી સુદામભાઈ સાટોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ, શ્રી સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યાં હતાં. તાપી નદી માતાના જન્મદિવસે પૂજાઅર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્યબીજ નું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું. સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં હતાં. પ્રકૃતિ ની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસ ની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા અચૂક હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતાં. જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની