
ગોત્રી નીલાંબર સંકલ પાસે ડમ્પરે સ્કૂટર સવાર માતા-પુત્રીને અડફેટે લેતા માતાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિજયુ છે. પ્રત્યદર્શી યુવકે જણાવ્યું હતું કે, આઇવા ડમ્પરે બ્રેક ન મારી સ્કૂટર સવાર મહિલાને અડફેટે લેતા માતાનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. 4 વર્ષની બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે. ડમ્પર ચાલક નશાની હાલતમાં હતો. ડમ્પર માલિકે ફોન રિસીવ કર્યા નથી. ઘટના સ્થળે પહોંચેલ મૃતકના પરિજનોના હૈયાફાટ રુદનથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
[yop_poll id="10"]