
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમર જ્યોત ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ સંસદ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં હેડ બોય, હેડ ગર્લ તેમજ પ્રાર્થના પ્રવૃત્તિ, શિસ્ત કમિટી, આરોગ્ય અને સ્વાસ્થ્ય કમિટી, ઇકો પ્રવૃત્તિ સહ જળ વ્યવસ્થાપન કમિટીના કેપ્ટન, વાઇસ કેપ્ટન અને વોલેન્ટિયરને મુખ્ય મહેમાન

રાજુભાઈ અખાણી અને મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદ દાદા દ્વારા બેઇઝ અને ટાઈ પહેરાવીને પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્યા દ્રષ્ટિબેન ઠક્કર, કો-ઓર્ડીનેટર મુકુંદભાઈ દાવડા કૃણાલભાઈ ઠક્કર, ટીચર ઇન્ચાર્જ હીનાબેન પ્રજાપતિએ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સ્ટેજ સંચાલન ગોપીબેન ઠક્કરે કર્યુ હતું.












