
બ્રેકિંગ ન્યુઝ:-/સંજેલી
સંજેલીમાં આવેલ મોલી પ્રાથમિક શાળાના બાળકોએ મીની શૈક્ષણિક પ્રવાસની મજા માણી.
સંજેલી તાલુકામાં આવેલ મોલી પ્રાથમિક શાળા દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીના રોજ મીની પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 સ્થળોનો આ પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કડાણા, નંદીનાથ મહાદેવ અને ઐતિહાસિક સ્થળ માન ગઢ… તેમાં સૌ પ્રથમ નંદીનાથ મંદિર કડાણા ડેમ આબેહૂબ ડેમનો નજારો જોઈને બાળકોને ભૂગોળ વિષયના અમુક એકમોના પ્રત્યેશ અનુભવો થયા હતા.સામાજિક વિષયના બેન દ્વારા આ બાળકોને આ વિશે યોગ્ય રીતે માહિતીગાર કર્યા હતા. જળ ઊર્જાથી વિદ્યુત ઊર્જાનું નિર્માણ કઈ રીતે થાય તે જ્ઞાન સહાયક બેન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
પ્રવાસનો આગળનો દોર માનગઢ ખાતે ગુરુગોવિંદ મહારાજના દર્શન કર્યા હતા. શાળાના સામાજિકવિજ્ઞાનના બહેન અને શાળાના આચાર્ય સાહેબ દ્વારા આ સ્થળનું મહત્વ આગવી રીતે સમજવામાં આવ્યું હતું. આઝાદીના સમય દરમિયાન અહીં બનેલી ઘટનાઓ ને બાળકોને સાંભળી તેમનામાં એક આગવી પ્રકારની દેશ દાઝ જાગી ઊઠી હતી. સાંજે તમામ બાળકો સમયસર શાળાએ આવી પહોંચ્યા હતા અને તમામ બાળકો પ્રવાસની યાદ વાગોળતા હતા.
રિપોર્ટર:- vipul Prajapati dahod