गुजरात
Trending

પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં લોકલ મેનેજમેન્ટ કમીટી(એલ.એમ.સી)ની બેઠક યોજાઈ

ઈ.એમ.આર.એસ, જી.એલ.આર.એસ અને મોડલ શાળાઓના પ્રશ્નોની ચર્ચા બેઠકમાં કરવામાં આવી

આદિજાતિ વિકાસ વિભાગ,જી.એસ.ટી.ઈ.એસ હસ્તકની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં કાર્યરત ઈ.એમ.આર.એસ, જી.એલ.આર.એસ અને મોડલ શાળાઓનું સુચારુ સંચાલન માટે લોકલ મેનેજમેન્ટ કમીટી(એલ.એમ.સી)ની બેઠક પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં એપ્રિલના અંતે યોજાઈ હતી. આ બેઠકમાં લીન્ડા ટેકરા શિક્ષણ સંકુલમાં ગટરના પાણી નિકાલ, શાળાઓમાં મધપૂડાઓનું નિકાલ, તમામ શાળાઓમાં પીવાના અને વપરાશનાં પાણીની સમસ્યા, ગટરના પાણીની સમસ્યા, શાળામાં નાના મોટા સમારકામ, વિધાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે, શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર માટે આગોતરું આયોજન બાબત,શાળાઓનું શિક્ષણ અને પરિણામ જેવા અનેક પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ એકલવ્ય મોડેલ સ્કુલના આચાર્યશ્રીઓ, લોકલ મેનેજેમેન્ટ કમીટી સભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!