गुजरात
Trending

છોટાઉદેપુર માં રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરતા પંચાયત અને કૃષિ રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી ૫૧ ગ્રામ પંચાયતના ૧૪૫ ગામોના વિકાસલક્ષી કામો વેગ મળશે

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨.૯૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે મહાનુભાવોની ઉપસ્થિતીમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી ૨.૪૧ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ૫૧ ગ્રામ પંચાયતમાં ૧૪૫ ગામોના વિકાસલક્ષી કામોને વેગ મળશે. આધુનિક સુવિધાથી સજ્જ થનાર તાલુકા પંચાયત કચેરીમાં રેઈન વોટર હારવેસ્ટીંગ, આંતરીક સી.સી. રોડ, કંમ્પાઉન્ડ વોલ, પાર્કીંગ સેડ, બોરવેલ, અંડર ગ્રાઉંડ સમ્પ અને પંપ રૂમ તથા ઈલેક્ટ્રીફીકેશન વર્કની સુવિધાઓ મળશે. રાજય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર તાલુકાના ગામોની વિકાસલક્ષી માહિતી આપતા જણાવ્યું હતું કે, અંદાજે ૫૨૮ જેટલા ૧૦૦૫ કરોડના રસ્તા તથા ૧૯ હજાર જેટલા આવાસોના ૧૪૭ કરોડ રૂપિયા પહેલી તારીખે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના દિકરા દિકરીઓ, ડૉક્ટર, એન્જીનીયર, આઈએએસ બને એ દિશામાં આગળ વધવુ જોઇએ, તેમ પણ તેમણે આ વેળા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી કલ્પનાબેન રાઠવા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મલકાબેન પટેલ, છોટાઉદેપુર સાંસદ શ્રી જશુભાઇ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, ડીઆરડીએના નિયામક શ્રી કે.ડી.ભગત, માજી સાંસદ શ્રી નારણ રાઠવા, અગ્રણીશ્રી ઉમેશભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઇ, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ટી.ડી.ઓ. પૂનમબેન ડામોર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!