उदैपुरगुजरात

બોડેલીમાં મોહરમ પર્વને લઈ બોડેલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત ર

IMG 20260622 WA0148
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી કાયદો અને વ્યવસ્થા જાળવવાની ચર્ચા કરવામાં આવી બોડેલી પોલીસે પોલીસ સ્ટેશન ખાતે મોહરમ પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો અને બોડેલી પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેની ખાતરી કરવાનું હતું . બોડેલી પોલીસ અધિકારીઓએ બંને સમાજના આગેવાનોને પરસ્પર સહયોગ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી હતી આ ઉપરાંત તાજીયા જુલોસમાં રૂટ ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સોશિયલ મીડિયા ના પર કોઈ પણ પ્રકારની અફવાઓ કે બ્રામક માહિતી ન ફેલાવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો બેઠકના અંતે તમામ આગેવાનોએ મોહરમ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની બોડેલી નગરજનોએ ખાતરી આપી હતી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!