પાટણનું સિદ્ધિ સરોવર નું પાણી પીવા લાયક યોગ્ય છે કે નહીં તેનું પાટણ નગરપાલિકા ધ્યાન રાખે
પાટણ એક ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે પાટણની ધરા ઉપર સિદ્ધિ સરોવર આવેલું છે આ સરોવરનું પાણી પાટણની જનતાને પીવામાં ઉપયોગ લેવામાં આવે છે તથા ધાર્મિક કાર્યોમાં પણ વપરાય છે.
તો પાટણ નગરપાલિકાની બેદરકારી ના કારણે તેમાં ખૂબ ગંદકી થાય છે લોકો કેનાલ માં કપડાં ધોવે છે ગાડીઓ ધોવે છે અને નાહવા પણ લોકો આવે છે નાહવા ધોવા માટે સાબુ ,પાવડર , શેમ્પૂ જેવા કેમિકલ નો ઉપયોગ થાય છે અને તે પાણી તળાવમાં આવે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કેમ કોઈ નક્કર પગલાં લેવા માં આવતા નથી નગરપાલિકામાં ખૂબ મોટી ગ્રાન્ટો આવવા છતાં સિદ્ધિ સરોવરની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી આખા પાટણના શહેરીજનો આ પાણીનો ઉપયોગ કરે છે લોકો તળાવમાં કચરો ફેંકી જાય છે ગંદકી કરે છે.
તમે તસવીરમાં જોઈ શકો છો કેટલો બધો કચરો તળાવમાં જોવા મળી રહ્યો છે ત્યારે બાજુમાં આવેલ કુબેરેશ્વર મહાદેવના સેવક એવા ગોલાપુરના માજી સરપંચ ઉમેદ સિંહ જાતે તળાવમાં જઈ આ કચરાના નિકાલ માટે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે લોકો અહીંયા કપડાં ધોવે છે ગંદો કચરો નાખે છે ગાડીઓ સાપ કરે છે અને પાણીને દૂષિત કરે છે બાજુમાં જ પવિત્ર કુબેરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર હોવાના કારણે અહીંયા દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે ત્યારે ખૂબ જ દુર્ગંધ આ કચરાના કારણે આવતી હોય છે . તો તમામ પાટણની જનતાને ક્યારે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા અને વાપરવા મળશે…. તે એક સવાલ છે તો સત્વરે નગરપાલિકા તંત્ર દ્વારા આ તળાવની યોગ્ય સફાઈ થાય તેવું પાટણની જનતા ઈછી રહી છે