પાટણ…સાંતલપુર.
સાંતલપુરના દાત્રાણા ગામ ખાતે બની આગની ઘટના, વાડામાં આગ ભભુકી ઉઠતા ખેડૂતનાં પૂળા સહિત ઓજારો બળીને ખાખ
પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે.. જી..હા… પાટણ નાંસાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે આગની ઘટનાં બની હતી..
જે મળતી માહિતી મુજબ દાત્રાણા ગામનાં હરખાભાઈ અણદાભાઈ,ધવલભાઈ રવાભાઈ, અણદાભાઈ નાં વાડામાં અચાનક આગ લાગતાં ખેડૂત એ વાડામાં રાખેલ પૂળા તેમજ બળદ ગાડું સહિત ખેડૂતનાં ઓજારો આગમાં બળીને ખાખ થતાં ખેડૂત ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે..
અને વાડામાં લાગેલી આગમાં આગ વિકરાટ સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતના પૂળા સહિત નાના મોટા ઓજારો સહિત ગાડું બળીને ખાખ થયું હતું.. તો ઘટના ની જાણ થતાં ગામનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા..
આગની ઘટના ની જાણ થતાં ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા..
ખેડૂત એ વાડામાં રાખેલ ઘાસચારો એક ગાડું તેમજ અન્ય માલ સામાન બળીને ખાખ થતાં ખેડૂત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે…
આગ લાગતાં ગામમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે.પરંતુ લાગેલી આગની ઘટનામાં ચોક્કસપણે ખેડૂત ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.
ઘટનાની જાણ કરતા ફાયર બિગ્રેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.. અને પોલીસ તંત્ર ઘટના ને પગલે ઘટના સ્થળે પહોંચી આવી હોવાની વિગત જાણવા મળી છે.
તો આગની ઘટનાને લઈને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે.અને હાલતો આગ ની ઘટનાંમાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે.