[pj-news-ticker]

A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

બ્રેકિંગ ન્યૂઝ

ગૌરી શંકર મંદિર, જમ્મુ અને કાશ્મીર

चैनल से जुड़ने के लिए इमेज पर क्लिक करें

જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા 500 વર્ષ જૂના ગૌરી શંકર મંદિર સુધી પહોંચવા માટે પાકો રસ્તો ન હતો. આ કારણસર કાંસી પટ્ટા નામના ગામમાં આવેલા આ મંદિર સુધી જવા શ્રદ્ધાળુઓને સખત મુશ્કેલીનો સામનો કરવો પડતો. આ મુશ્કેલીના ઉપાયરૂપે અહીંની ખેરાલ પંચાયતના ગુલામ રસૂલ અને ગુલામ મહોમ્મદ નામના બે ખેડૂતે મંદિર સુધી પાકો રસ્તો બનાવવા રૂ. એક કરોડની જમીન દાનમાં આપી દીધી છે. સ્થાનિક તંત્રે કહ્યું છે કે, હવે અહીં દસ ફૂટ પહોળો અને 1200 મીટર લાંબો રસ્તો બની શકશે, જેનો ખર્ચ પંચાયતના ભંડોળમાંથી કરાશે. નોંધનીય છે કે, ગુલામ રસૂલ પૂર્વ પંચાયત પ્રમુખ છે. તેઓ કહે છે કે, ‘અહીં મંદિર સુધી રસ્તો નહોતો એટલે કેટલાક લોકો કોમી સંવાદિતાને ડહોળવાનો પ્રયાસ કરતા હતા. તેથી હાલમાં જ પંચાયત સભ્યો અને રેવન્યૂ ખાતાના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં મેં અને ગુલામ મહોમ્મદે જમીન દાનમાં આપવા સંમતિ દર્શાવી હતી.

[yop_poll id="10"]
Back to top button
error: Content is protected !!