गुजरात

પાટણ સીટી વિસ્તાર માંથી ચોરેલ એક્ટીવા સાથે આરોપીને પકડી પાડતી હારીજ પોલીસ

 

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓ તરફથી જીલ્લામા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારુ તથા અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સારુ કરેલ સુચના અનુસંધાને હારીજ પોલીસના માણસો અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે રોડા ગામે ચાર રસ્તા આગળથી મુકેશભાઇ પેથાભાઇ ચૌહાણ ઉ.વ.૩૮ રહે.ખાખલ તા.હારીજ જી પાટણવાળા પાસેથી એક્ટીવા નંબર GJ31M8230 ની પકડી એક્ટીવાના માલિકીપણા સંબંધે પુછતા પોતે એક્ટીવા આશરે પાંચ દિવસ પહેલા પાટણ સીટી વિસ્તારમાં થી કોર્ટ આગળથી ચોરી કરેલાની કબુલાત કરતાં પોલીસે એકટીવા કિં.રૂ.૪૦,૦૦૦ સાથે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Show More
Back to top button
error: Content is protected !!