गुजरात

પાટણ જિલ્લાના રાધનપુરની આસ્થા હોસ્પિટલ પીવાની પાણીની પાઇપલાઈન માંથી પાણી ચોરી કરી હોસ્પિટલમા ઉપયોગ કરતા હોવાની બુમરાડ ઉઠી

કોની મીઠીનજર હેઠળ ડો.દેવજીભાઈ ની આસ્થા હોસ્પિટલ પાણીની ચોરી કરી રહી છે

 

રાધનપુરના લોકો પીવાના પાણી માટે વલ્ખા મારે છે ત્યારે આ સાહેબતો પાણી ચોરી કરીને હોસ્પિટલને પાણી પૂરું પાડે છે

IMG 20240729 WA1257

રાધનપુર ભાભર હાઈવે પર આવેલી ડો દેવજીભાઈ ની આસ્થા હોસ્પિટલ ફરી વિવાદમા આવી છે દર્દી સાથે ગેર વર્તન અને બીજી ઘણી ગેરકાયદેસર પ્રવુતિ થતી હોય તેની બુમરાડ અગાઉ ઉઠી હતી ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે રાધનપુર પાણી પુરવઠા વિભાગની પાઇપલાઈન માંથી ગેરકાયદેસર પાણી ચોરી કરી આસ્થા હોસ્પિટલને પાણી પૂરું પાડવામાં આવે છે આમતો રાધનપુરની આસ્થા હોસ્પિટલ મસ્ત મોટી

IMG 20240729 WA1256

બનાવેલ છે અને દર્દી પણ ઘણા જતા હોય છે પણ આવડી મોટી હોસ્પિટલમા પાણી ક્યાંથી આવે છે અને પાણી ની અછત કેમ સર્જાતી નથી તેનો ઘટ સ્પોટ થયો છે દેવજીભાઈ ની આસ્થા હોસ્પિટલમા પાણી ચોરી કરીને હોસ્પિટલને પૂરું પાડવામાં આવે છે જેની બુમરાડ ઉઠી છે આ બાબતની તંત્રને પણ જાણ નથી કે છું?? રાધનપુર ની આસ્થા હોસ્પિટલની પાંસળના ભાગે પાણી પુરવઠા વિભાગની પીવાની પાણીની પાઇપલાઈન નીકળેલ છે જેમાં રાધનપુર વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પણ રાધનપુર વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું ન પડતા અછત ઉભી થતી હોય ત્યારે જો આવી રીતે હોસ્પિટલના માલિકો પાણી ચોરી કરી હોસ્પિટલને પૂરું પાડતા હોય તો સ્વભાવિક પાણીની અછત ઉભી થવાનીજ છે અને લોકો પાણી માટે વલ્ખા મારવાનાજ છે

Show More
Back to top button
error: Content is protected !!