
પોલીસે રોકડ રકમ સહિત મુદ્દા માલ સાથે રૂપિયા 5,19,900 નો મુદામાલ હસ્તગત કર્યો: પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણીયા જુગાર રમાતો હોય તેમ પોલીસ પણ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં બાતમીના આધારે ઓચિંતી રેડો કરીને શ્રાવણિયો જુગાર રમતા જુગારીયા ઈસમો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ગતરોજ પાટણ એલસીબી અને એસઓજી ટીમે બાતમીના આધારે પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર આવેલા ખાનગી માલિકીના તબેલા માં શ્રાવણીયો જુગાર રમી રહેલા 9 શખ્સોને રોકડ રકમ સહિત રૂ.5,19,900ના મુદ્દા માલ સાથેઆબાદ ઝડપી લઈ તમામ જુગારીયા ઈસમો સામે બાલીસણા પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી બાલીસણા પોલીસને સોંપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણીયા જુગારની બદીને ડામી દેવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયેલી સૂચના અનુસાર ગત્રોજ પાટણ એલસીબી ટીમ અને એસઓજી ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર રૂની પાસે આવેલ નરેશ વિલા નામના ફાર્મ હાઉસ નજીક દક્ષેશભાઇ અમરતભાઇ પટેલ રહે- પાર્થ બંગ્લોઝ અંબાજી નેળીયા વાળાના કબ્જા ભોગવટાના તબેલા ઉપર આવેલ ઓરડીએ શ્રાવણીયા જુગાર જામ્યો છે જે બાતમી હકીકત આધારે પાટણ એલસીબી અને પાટણ એસઓજી ટીમે ઓચિંતી રેઇડ કરતાં શ્રાવણીયો જુગાર રમતા કુલ નવ ઇસમોને રોકડ રકમ રૂ.1,14,900 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.5,19,900 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ બાલીસણા પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ 4-5 મુજબ નો ગુનો નોધાવી વધુ તપાસ બાલીસણા પોલીસ ને સોપવામાં આવી છે.