
ડાંગ
સ્વાતંત્ર્ય પર્વનાં દિને ગિરિમથક સાપુતારા ખાતેપ્રવાસીઓનુંઘોડાપુર ઉમટી પડ્યુ હતુ.ગુરુવારે ૧૫મી ઓગષ્ટનાં દિને રજા પણ હોય જેથી સાપુતારા ખાતે મોટી
સંખ્યામાં બાઈક રાઈડરો તિરંગા સાથે ઉમટી પડ્યા હતા.જેમાં સાપુતારા હેલિપેડ વિસ્તારમાં રાઇડર્સનાં એક ગ્રુપ દ્વારા
મોટરસાયકલ પર સ્ટંટબાજી કરવામાં આવી રહી હતી.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.જેથી આ રાઇડર્સ ગ્રુપના યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.આજના સમયમાં કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવી ફેમસ થવાના ચકકરમાં પોતાનો તથા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ગિરિમથક સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાંથી પણ આવો જ એક સ્ટેટબાજીનો વીડિયો સામે આવ્યો છે