પાટણ ગણેશ વિસર્જન દુર્ઘટના મામલો..7 લોકો સરસ્વતી બેરેજમાં ડૂબ્યા, ચારનાં મોત ત્રણ નો બચાવ…
ઘટનાનાં પગલે જિલ્લા કલેકટર ,SDM ,ધારાસભ્ય, મામલતદાર,ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ....
સમગ્ર ભારત ભરમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર ભક્તિમય વાતાવરણમાં બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી રહી છે.પરંતુ પાટણમાં ગણેશ વિશર્જન કરતા દુર્ઘટના બનતા પ્રજાપતિ સમાજના એકજ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હોવાની વિગત સામે આવી છે.પાટણનાં સરસ્વતી બેરેજ મા ગણેશ વિસર્જન કરતા સમય દુર્ઘટના બની હતી જે દુર્ઘટનામાં પ્રજાપતિ સમાજ ના લોકો ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં કુલ 4 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ત્રણને બચાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે જિલ્લા કલેકટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ,SDM,મામલતદાર,ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં લાગી હતી.

ગણેશ વિસર્જન કરતી વખતે સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા હતા.હાજર રહેલ લોકોએ ત્રણને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાં એકનું મૃતદેહ મળ્યા બાદ સિધ્ધપુર ફાયર વિભાગ અને હોમગાર્ડ યુનિટ દ્વારા અન્ય ત્રણ લોકોની લાશો બહાર કાઢી હતી.

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો…પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા છે. જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નદીમાં ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા. જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.

પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડૂબ્યા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવની જાણ તંત્રને થતા તંત્ર ભાગમપટ ઘટના સ્થળે પહોંચી તજવીજ હાથ ધરી હતી.

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, તરવૈયાની મદદથી તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક _
•પ્રજાપતિ જિમિત નીતિષભાઈ
•પ્રજાપતિ શીતલબેન નિતેશ કુમાર.
•પ્રજાપતિ દક્ષ નિતેશ પ્રજાપતિ
•પ્રજાપતિ નયન રમેશભાઈ પ્રજાપતિ.












