છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં ૭ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨ અરજીઓ મળી હતી જેમાંથી ૭ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. આ બેઠકમાં જીલ્લા પીલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ કલેકટર એ.જી. ગામીત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા