
બ્રેકિંગ ન્યુઝ:-/બાલાસિનોર
નેશનલ રોડ સેફટી મંથ 2024 સી.એસ.સી. હોસ્પિટલ બાલાસીનોર દ્વારા મફત આંખની તપાસ નો કેમ્પ બાલાસિનોર ડેપો ખાતે યોજાયો.
આજરોજ તારીખ 08 ફેબ્રુઆરી 2024 ના રોજ નેશનલ રોડ સેફટી મંથ 2024 સી.એસ.સી. હોસ્પિટલ બાલાસીનોર દ્વારા મફત આંખની તપાસ નો કેમ્પ બાલાસિનોર ડેપો ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં આ કાર્યક્રમમાં બાલાસિનોર ડેપોના ડેપો મેનેજર શ્રી કે.આર.પટેલ સાહેબ સી.એસ.સી હોસ્પિટલ ના ડોક્ટર હારુન શેખ સર તેમજ ટી.આઈ શ્રી કાંતિભાઈ પ્રજાપતી તથા ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તેમજ જે .એ.શ્રી દિપકભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ ગણ દ્વારા હાજર રહી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતો.તથા ડેપોના તમામ કમૅચારીઓ કેમ્પનો લાભ લીધેલ હતો.
રિપોર્ટર:-/ વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ